
વડોદરાની વિબગ્યોર સ્કૂલ સામે શિક્ષણ વિભાગે કરી મોટી કાર્યવાહી. શાળાએ શિક્ષણ વિભાગના અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરવા દબાણ કરવાની સાથે જ ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા ફરજ પડાઈ હતી.
ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા ફરજ પડાતી
વડોદરાની વિબગ્યોર શાળા પર શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં શાળા દ્વારા સરકારના અનેક નિયમોનું ઉલ્લંઘ કરવામાં આવ્યું છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરવા દબાણ કરવામાં આવતું હતું. સાથે જ ચોકકસ જગ્યાએથી જ યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા ફરજ પાડવામાં આવી હતી. આ ઉપરાંત લાયકાત વગરનાં શિક્ષકોની ભરતી કર્યા હોવાનો ખુલાસો થયો હતો.
શિક્ષણ વિભાગે 30 હજારનો દંડ ફટકાર્યો
આ સમગ્ર બાબતે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વાલીઓ દ્વારા શાળા સામે DEOને કરાઇ હતી ફરિયાદ. જેના પગલે શિક્ષણ વિભાગે શાળા વિરુદ્ધ કડક પગલાં લેવાય હતા. જેના અપગળે શાળાને વોર્નિંગ અપાઈ 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.