ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ભારત પરત ફરી રહ્યા છે. આ પાછળનું કારણ તેની માતાની બગડતી તબિયત છે. એવા અહેવાલો છે કે તેની માતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરની માતા હાલમાં ICUમાં છે, જ્યાં ડોક્ટરો તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. ગૌતમ ગંભીર ભારત આવ્યા પછી ક્યારે ઈંગ્લેન્ડ પરત ફરશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. આ અંગેનો નિર્ણય માતાની તબિયત કેવી છે તેના પર નિર્ભર હોઈ શકે છે.

