જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ફરીથી ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી હોવાનું તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે સરકાર પર તેમને ફસાવવાના બહાના શોધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

