
સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. ઇડરના ફીંચોડમાં વ્યાજખોરોના ત્રાસને કારણે પિતાએ પોતાના પાંચ વર્ષના માસૂમને કૂવામાં ફેંકી પોતે પણ મોતને વ્હાલું કર્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ઇડરના ફીંચોડમાં વ્યાજખોરોના ત્રાસને કારણે બે લોકોના મોત
ઇડરના ફીંચોડમાં વ્યાજખોરોના ત્રાસને લઇ પરિવારના બે લોકોના મોત થયા છે. રાત્રિના સમયે પિતાએ પહેલા પોતાના પાંચ વર્ષના બાળકને કૂવામાં ફેકી દઇ પછી પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતા જ જાદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાત્રિના સમયે પિતા-પુત્રના મોતને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પિતા-પુત્રના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પિતા-પુત્રના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠામાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસને કારણે એક પરિવાર વિખેરાઇ ગયો હતો.