ગુજરાત રાજકોટ પોલીસ દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મર્ડર,ચોરી,લૂંટ, ચિલ ઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું.
ગુનાખોરી કરીને લોકોને ડરાવીને રહેનારાઓની ખેર નથી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજકોટમાં ગુનાખોરી સામે ચાલી રહેલી કડક કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતમાં શાંતિથી અને મહેનતથી જીવનારાઓ માટે ઘણી તકો છે, પરંતુ ગુનાખોરી કરીને લોકોને ડરાવીને રહેનારાઓની ખેર નથી. તેમણે રાજકોટ પોલીસ દ્વારા ગુનેગારોની મિલકતો પર ચલાવવામાં આવેલા બુલડોઝરની કામગીરીને ગુજરાતની અનોખી પહેલ ગણાવી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર આ રીતે બુલડોઝર ચલાવે છે. છેલ્લા ત્રણ મહિનામાં આવી કાર્યવાહીથી અનેક ગુનેગારોને શાંતિ ઠેકાણે આવી ગઈ છે.