
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાને જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે તેમને હરાવ્યા છે.
મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી 675 મતોથી હારી ગયા છે. ભાજપના તરવિંદર સિંહે અહીંથી જીત નોંધાવી છે. બીજી તરફ ભરત નગર મતગણતરી કેન્દ્રની બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે.
https://twitter.com/ANI/status/1888121489477779685
૨૭ વર્ષની લાંબી રાહ પછી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વાપસી કરતી દેખાય છે. શરૂઆતના વલણોમાં ભાજપ 43 બેઠકો પર આગળ છે. તે જ સમયે, દિલ્હીમાં સતત બે વખત સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટી 28 બેઠકો સુધી સિમિત રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસનું ખાતું ખુલે તેવી પણ શક્યતા નથી.