પુખ્ત વયની પુત્રીને મરજી મુજબ લગ્ન કરતા રોકવા મામલે સુપ્રીમ કોર્ટે માતા પિતાને ટકોર કરતા કહ્યું હતું કે સંતાનો ઢોર નથી, પુખ્ત વયની તમારી પુત્રીના લગ્નનો સ્વીકાર કરો. માતા પિતાએ પુત્રીને ભગાડી જવાના આરોપ લગાવી યુવક સામે ફરિયાદ કરી હતી, જેને હાઇકોર્ટે રદ કરી દેતા મામલો સુપ્રીમ પહોંચ્યો હતો. સુપ્રીમે પણ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

