દેશમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા પર શનિવારે પોસ્ટ ઓફિસની ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વિમોચન સમારંભનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી બુકની રિબિન હટાવ્યા બાદ ફેકવાની જગ્યાએ પોતાના ખિસ્સામાં મુકતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમના આ વ્યવહારને સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતીક ગણવામાં આવી રહ્યું છે. સ્ટેજ પર પીએમ મોદીની સાથે ભારતના મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ જોવા મળી રહ્યાં છે.

