લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશમાં UPSCના બદલે RSS દ્વારા ભરતી કરાતી હોવાનો મોદી સરકાર પર ગંભીર આરોપ કર્યો છે. તેમણે જુદા જુદા મંત્રાલયોમાં ‘લેટરલ એન્ટ્રી’ દ્વારા સંયુક્ત સચિવો, નિદેશકો અને નાયબ સચિવોની મુખ્ય પોસ્ટ પર ટૂંક સમયમાં 45 નિષ્ણાતોની નિમણૂક કરવાના નિર્ણયની ટીકા કરી છે.

