23 ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશ ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગની પહેલી વર્ષગાંઠ એટલે કે નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યો છે. એવામાં આજે ભવિષ્યમાં બનાવવામાં આવનાર ભારતીય અંતરિક્ષ સ્ટેશન (ભારતીય અંતરિક્ષ સ્ટેશન - BAS)નો ઈસરોએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે બનશે, કેટલા લોકો રહેશે, કેટલા સમયમાં તૈયાર થશે અને હાલ શું સ્થિતિ છે તે અંગે પણ વિગતવાર માહિતી આપી હતી.

