Home / India : Indian Navy Agniveer Recruitment 2025 SSR/MR Stage-2 Exam Admit Card

ભારતીય નૌકાદળે અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2ની પરીક્ષા માટે જાહેર કર્યું એડમિટ કાર્ડ

ભારતીય નૌકાદળે અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2ની પરીક્ષા માટે જાહેર કર્યું એડમિટ કાર્ડ

દેશસેવા કરવાનું સ્વપ્ન જોનારા યુવાનો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર ભરતી 2025 હેઠળ સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR) અને મેટ્રિક રિક્રુટ (MR) ના સ્ટેજ-2 માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થયા છે, તેઓએ હવે સ્ટેજ -2માં સામેલ થવા માટે તેમનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ agniveernavy.cdac.in પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કયા ઉમેદવારોને મળી છે તક

જે ઉમેદવારોએ 22 મે થી 26 મે 2025 દરમિયાન યોજાયેલી અગ્નિવીર SSR અને MR ની લેખિત પરીક્ષા પાસ કરી છે. હવે આગામી સ્ટેજ એટલે કે સ્ટેજ-2 માટે માન્ય ગણવામાં આવશે. આ તબક્કામાં શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), દસ્તાવેજ ચકાસણી (DV) અને તબીબી પરીક્ષાનો સમાવેશ થશે. આ બધામાં સફળ થનારા ઉમેદવારોને અંતિમ મેરિટ યાદીમાં સ્થાન મળશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો એડમિટ કાર્ડ 

સ્ટેપ 1: સૌ પ્રથમ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ agniveernavy.cdac.in પર જાઓ.

સ્ટેપ  2: હોમપેજ પર “Agniveer SSR/MR Admit Card 2025” લિંક પર ક્લિક કરો.

સ્ટેપ  3: હવે લોગિન પેજ ખુલશે જ્યાં તમારે તમારું રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.

સ્ટેપ  4: લોગિન કરતાની સાથે જ તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ  5: એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ કરી સાચવી રાખો.

કેમ જરુરી છે આ તબક્કો

સ્ટેજ-2 ભરતી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં ઉમેદવારોની ફિઝિકલ ફિટનેસ અને દસ્તાવેજોની ચોકસાઈનું પરીક્ષણ કરવામાં આવે છે. અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરાયેલા યુવાનોને માત્ર ટેકનિકલ તાલીમ આપવામાં આવશે નહીં, પરંતુ તેમને દેશની સેવા કરવાનો ગૌરવ પણ મળશે.

શું ધ્યાનમાં રાખવું?

એડમિટ કાર્ડની સાથે પાન કાર્ડ અથવા અન્ય કોઈ સરકાર માન્ય ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે.

પરીક્ષા સ્થળે સમયસર પહોંચવું મહત્વપૂર્ણ છે.

સ્ટેજ-2 માટેની તારીખ, સ્થળ અને સૂચનાઓ પ્રવેશપત્ર પર સ્પષ્ટપણે ઉલ્લેખિત હશે.

 

Related News

Icon