વિશ્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં અને અરબીસમુદ્રના કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગીરસોમનાથ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગદિવ ની જીલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, એસપી મનોહરસિંહ જાડેજા, ધારાસભ્ય ભગવાન બારડ, જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, પાલીકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.