Home / India : Cricketer Ishan Kishan's father may contest elections in Bihar

ક્રિકેટર ઈશાન કિશનના પિતા લડી શકે છે બિહારમાં ચૂંટણી, JDUમાં મળી મોટી જવાબદારી

ક્રિકેટર ઈશાન કિશનના પિતા લડી શકે છે બિહારમાં ચૂંટણી, JDUમાં મળી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટર ઈશાન કિશન પોતાના કૌશલ્યો સાતે ક્રિકેટના મેદાનમાં અલગ જ ઓળખ બનાવી રહ્યો છે, બીજી બાજુ તેના પિતા પણ રાજકારણના મેદાનમાં પોતાની ઓળખ બનાવવા તનતોડ મહેનત કરતાં જોવા મળ્યા છે. ઈશાન કિશાનના પિતા પ્રણવ પાંડેને જેડીયુમાં રાજકીય સલાહકારની ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ ગત વર્ષે 27 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારના પક્ષ જનતા દળ-યુનાઈટેડ (JDU)માં જોડાયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય ક્રિકેટર ઈશાન કિશાનના પિતા પ્રણવ પાંડે ગતવર્ષે જેડીયુમાં જોડાયા ત્યારે કાર્યકારી અધ્યક્ષ સંજય જ્હાંએ કહ્યું હતું કે, અમે સૌ સાથે મળીને બિહારને આગળ વધારીશું. હવે પક્ષમાં ઈશાન કિશનના પિતાને મહત્ત્વની જવાબદારી મળતાં અટકળો વહેતી થઈ છે કે, તેઓ આ વર્ષે યોજાનારી ચૂંટણી લડશે. તેમજ આગામી સમયમાં જરૂર પડી તો ઈશાન કિશાન પણ પોતાના પિતા  અને પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે.

ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડેને જેડીયુમાં જોડાવાને હજી આઠ મહિના જ થયા હતા, પરંતુ જેડીયુએ રાજકીય સલાહકારની ટીમમાં સ્થાન આપી તેમની ચૂંટણી લડવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી છે. આ અંગે પ્રણવ પાંડેએ જણાવ્યું કે, પક્ષે મને એક મહત્ત્વપૂર્ણ જવાબદારી આપી છે, જેને પૂરી કરવા કોઈ કસર બાકી રાખીશુ નહીં. રાજકારણમાં રૂચિ અને નીતિશ કુમારના કામથી પ્રભાવિત હોવાથી હું રાજકારણમાં આગળ વધીશ. 

જેડીયુ માટે ચૂંટણી પ્રચાર કરશે ઈશાન કિશાન

પ્રણવ પાંડેએ આગળ જણાવ્યું કે, નીતિશજીના કાર્યોને પ્રજા વચ્ચે લઈ જવાના છે. જેના માટે વધુને વધુ લોકો સાથે જોડાવવુ પડશે. આગામી સમયમાં ચૂંટણી લડવાના સવાલ પર પ્રણવે જણાવ્યું કે, આ બધુ નિર્ધારિત કરવાનું કામ પક્ષનું છે. હું આ પક્ષનો માત્ર એક નાનો સૈનિક છું. પક્ષમાં જે પણ જવાબદારી મળશે, તેને પ્રમાણિકતાપૂર્વક નિભાવીશ. ઈશાન કિશનને રાજકારણમાં કોઈ રસ નથી. પરંતુ હું રાજકારણમાં આવ્યો હોવાથી તે ઉત્સાહિત છે. જો તેને ક્રિકેટમાંથી સમય મળ્યો તો તે ચૂંટણી સમયે જેડીયુ માટે ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે. 

Related News

Icon