અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27મી જુનના રોજ યોજાશે ત્યારે ભારતની સૌથી લાંબી રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. આજે જેઠ વદ અગિયારસ છે. ત્યારે જગન્નાથજીના મામેરા દર્શનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ભક્તો ભગવાનના મામરેના દર્શન કરી શકશે,રથયાત્રાના દિવસે ભગવાન મોસાળ આવે ત્યારે મામેરું કરવામાં આવે છે.

