Home / Gujarat / Kheda : Robber who extorted on the pretext of marriage arrested

Kheda News: કપડવંજમાં લગ્નની લાલચ આપી 1.35 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હન સાગરિતો સાથે ઝડપાઈ

Kheda News: કપડવંજમાં લગ્નની લાલચ આપી 1.35 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હન સાગરિતો સાથે ઝડપાઈ

Kheda News: ગુજરાતમાંથી સતત છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે. એવામાં ખેડામાંથી એક લૂંટેરી દુલ્હન યુવકને લગ્નની લાલચ આપી પૈસા પડાવીને ફરાર થઈ ગઈ હતી. આખરે પોલીસે લૂંટેરી દુલ્હનને તેના સાગરિતો સાથે ઝડપી પાડી હતી. ખેડા જિલ્લામાં કપડવંજના યુવકને લગ્નની લાલચ આપી દુલ્હને 1,35,000 રુપિયા પડાવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, મંજુલા બેન સોઢા પરમારના પુત્રને લગ્નની લાલચ આપી હતી. આરોપી કાજલ બેન ઉર્ફે રેખા બેન, કેતન ભાઈ ડોબરીયા તેમજ અન્ય સગરીતો ઘણી વખત આવા ગુનામા સંડોવાયેલ છે. ફરિયાદી મંજુલા બેન સોઢા પરમારના પુત્રના લગ્ન કરવા પોતાની 2 વીઘા જમીન ગીરવે મૂકીને 1 લાખ 35 હજાર આ કાજલને આપ્યા હતા. બાદમાં તે તેના સગરીતો સાથે ભાગી ગઈ હતી. કપડવંજ પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસે CCTV ફૂટેજ મારફતે તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા પગેરું શોધી તમામ આરોપીને મુદ્દામાલ સાથે દબોચ્યા હતા.

Related News

Icon