Sabarkantha News: ગુજરાતભરમાંથી લાંચ લેતા સરકારી બાબુઓ ઝડપાઈ રહ્યા છે. એવામાં સાબરકાંઠામાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. દારૂના બાકી હપ્તાના 1,65,000ની ઉઘરાણી કરી રહ્યો હતો.

