
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ આ બેઠકો જીતવા કમર કસી છે.
વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી. જ્યારે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જે બાદ આ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે આ બેઠક પર જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.