
Ahmedabad news: ગુજરાતના યુવકે થાઈલેન્ડના પટાયામાં આયોજિત વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. અમદાવાદના રહેવાસી લલિત પટેલે ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ વ્યકિત છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. થાઈલેન્ડમાં પટાયામાં ગત 10મેથી 12ના રોજ વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં લલિત પટેલે 405 કિલો વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા લલિત પટેલ થાઇલેન્ડના પટાયામાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. વર્લ્ડ પાવરલિફ્ટિંગ ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતન પ્રથમ લલિત પટેલ વ્યક્તિ બન્યા છે. થાઇલેન્ડના પટાયામાં ગત 10 મેથી 12 મે સુધી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ટૂર્નામેન્ટ ભાગ લેવામાં માટે જિલ્લા લેવલથી લઈને ઈન્ટરનેશન લેવલ સુધી ગોલ્ડ મેળવવા ફરજિયાત હોય છે. જેની સિદ્ધિ અમદાવાદ લલિત પટેલ મેળવીને વર્લ્ડ પાવરલિફ્ટિંગ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં લલિત પટેલે અધધ 405 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સાથે તેમણે સાબિત કર્યું હતું ડાયટ માટે માંસાહારી જગ્યા શાકાહારી ખાઈને પણ પ્રોટીન મેળવી વર્લ્ડ ટૂર્નામેન્ટ જીતી શકાય છે. આ સિદ્ધિ બાદ લલિત પટેલે ગુજરાતને ઈન્ટરનેશનલ સ્તરે મૂકીને ગૌરવ વધાર્યું છે.