
સુરેન્દ્રનગર જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં સુરેન્દ્રનગર, થાન 15, મૂળીમાં 29, ચોટીલામાં 3 મીમી એમ કુલ 47 વરસાદ થયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે અવકાશી વીજળી આફતરૂપી સાબિત થઈ છે. સરોડી ગામે યુવક પર વીજળી પડતાં તેનું મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10થી વધુ સ્થળોએ અવકાશી વીજળી પડવાની ઘટના બની છે. જેમાં યુવકના મોત ઉપરાંત 5થી વધુ પશુઓના પણ મોત થયા છે. ક્યાંક મકાન પણ સળગ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. વઢવાણ, સાયલા, સુરેન્દ્રનગર, થાન સહિતના વિસ્તારોમાં અવકાશી વીજળી પડવાની ઘટના બની છે. યુવક ઉપર વીજળી પડતાં તેનું મોત થયું છે. યુવકના મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મામલતદાર સહિતની ટીમો પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.
સુરેન્દ્રનગરમાં 1 ઈંચ થી લઈ 3 ઈંચ સુધી વરસાદ, પાટડીમાં 3 ઈંચ વરસાદ, થાન લખતર મુળી ચોટીલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ દરમ્યાન થાન- મુળીમાં અવકાશી વીજળી પડવાની ઘટના બની છે. અવકાશી વીજળી પડતાં મકાનમાં વિકરાળ આગ લાગી. છે. પેટ્રોલપમ્પ પર પણ વીજળી પડવાના સમાચાર છે.