ગુજરાતના ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણ સમયથી સિંહોની અવર-જવર વધી છે. મળતા અહેવાલ પ્રમાણે ઉનાની બંધ પડેલી શુગર ફેક્ટરીને સિંહોએ કાયમી ઘર બનાવી દીધું છે. મળતા અહેવાલ પ્રમાણે મોડી રાત્રે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવ્યા હતા. પરોઢીયે 4 વાગ્યાની આસપાસ ઉનાના જસરાજ નગરના ગરબી ચોકમાં સિંહો લટાર નારી રહ્યા હતા.

