અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી 11 જૂનના રોજ નીકાળવામાં આવશે.

