Home / Gujarat / Vadodara : Protest in Vadodara over Minister Vijay Shah's controversial statement

કર્નલ સોફિયા કુરેશી પર મંત્રી વિજય શાહના ચર્ચાસ્પદ નિવેદનને લઈ વડોદરામાં વિરોધ, 4ની અટકાત

કર્નલ સોફિયા કુરેશી પર મંત્રી વિજય શાહના ચર્ચાસ્પદ નિવેદનને લઈ વડોદરામાં વિરોધ, 4ની અટકાત

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સખત નોંધ લીધી છે. હાઈકોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ નિવેદનનો પડઘો વિરોધના રુપે વડોદરામાં જોવા મળ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ સરકારના ભાજપમંત્રી વિજય શાહ રવિવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં કર્નલ સોફિયા પર એ વાંધાજનક નિવેદન આપ્યું હતું.  વિજય શાહે નિવેદનમાં કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી. 

તેમના આ નિવેદન બાદ દેશભરમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના વિરુદ્ધમાં વડોદરા સન ફાર્મા રોડ પરના સ્થાનિકોની આગેવાનીમાં પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું જે અંગે જે.પી પોલીસ સ્ટેશનને કોંગ્રેસ અગ્રણી અશપાક મલિક સહીત ચાર કાર્યકરોની અટકાયત કરી છે.

Related News

Icon