Home / Gujarat / Mehsana : 4 killed in serious accident between rickshaw and truck in Kadi

VIDEO/ Mehsana News: કડીમાં રીક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં 4ના મોત, 2 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Mehsana News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી એક વખત મહેસાણામાં ગંભીર અકસ્માત સર્જયો હતો. રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના કડી તાલુકામાં ઊંટવા ચોકડી નજીક રીક્ષા અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રીક્ષામાં સવાર 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાટણના રહેવાસી હતા. આ સિવાય રીક્ષામાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં 3 પુરુષ અને 1 મહિલાએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાની જાણ થતા કડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ગંભીર અકસ્માતમાં બલોચ ઈમામખાન સાહેબખાન, કમુબેન છનાભાઈ રાવળ, છનાભાઈ માયાભાઈ રાવળના મોત થયા છે. આ સિવાય અન્ય એક પુરુષની ઓળખ હજુ થઈ નથી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા જેમાં રીક્ષાચાલક પૂરપાટ ઝડપે ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.

Related News

Icon