સુરત શહેરની 25 વર્ષેની દીકરી ભાવિકા ખત્રીએ મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સ નો ખિતાબ મેળવી પોતાની સમાજ અને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. મૂળ રાજસ્થાન ના બ્રહ્મ ક્ષત્રિય સમાજની અને સુરતની રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રીએ હાલ તારીખ 30 એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સ માં ભારત દેશના વિવિધ શહેરોમાંથી 50 થી વધારે ભાગ લીધો હતો જેમાં 12 યુવતીઓ ફાઈનલ સુધી પહોંચી હતી ત્યારબાદ સુરતની ભાવિકા ખત્રી ફાઇનલ માં પહોંચી વિજેતા બની પોતાની સમાજ અને સુરત શહેરનું નામ રોશન કર્યું છે.
પેરિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
નેશનલ લેવલ પર આ એવોર્ડ થી સન્માનિત થયા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં પેરિસ ખાતે યોજના ઇન્ટરનેશનલ લેવલ પર ભાવિકા ખત્રી ભારત દેશને રેપ્રેઝન્ટ કરશે. ભાવિકા ખત્રી જે મેડિકલ સ્ટુડન્ટ રહી ચૂકી છે તે સાથે 21 વર્ષની ઉંમરથી ફિલ્મ જગતમાં પોતાનું કરિયર આગળ પસંદ કરવાનું નક્કી કર્યું .ચાર વર્ષની અંદર ભાવિકા ખત્રીએ 12 ગુજરાતી ફિલ્મો, 70 થી વધુ ભણતર અને એક્ટિંગ ક્ષેત્રમાં વિવિધ એવોર્ડ પોતાના નામે કર્યા છે તે સાથે હાલમાં છૂટાછેડા ગુજરાતી મુવીમાં તેઓ જોવા મળી હતી.
અડચણો વચ્ચે સફળતા મેળવી
ભાવિકા ખત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ મેડિકલ વિદ્યાર્થીની હતી. ત્યારે તેઓને ઇન્ફ્લુએન્સર તરીકે લોકો ઓળખતા હતા. ત્યાર પછી પોતાની ઓળખને લોકો સમક્ષ રજૂ કરવા માટે વેબ સિરીઝ ,ક્રાઈમ સ્ટોરીઝ ,ગુજરાતી ફિલ્મો અને હવે હિન્દી સિરિયલમાં કામ કરી રહ્યા છે.રાજસ્થાનના બ્રહ્મ ક્ષત્રિય સમાજથી એમના પરિવારમાં માત્ર એક જ દીકરી જ્યારે આવા ક્ષેત્રમાં ઉતરતી હોય છે ત્યારે ઘણા બધા અડચણ ઉભા થતા હોય છે. પરંતુ મારા પપ્પા - મમ્મી અને ભાઈના સપોર્ટથી આ સ્થાને પહોંચી છે. અને ગર્વ અનુભવું છું મને પૂરો વિશ્વાસ છે કે આવનારા ભવિષ્યમાં પણ હું એવી જ રીતે મારી સમાજ માટે એક ઉદાહરણ દીકરી બનું તેમજ તેમનું નામ રોશન કરું એવી ઈચ્છા વ્યક્ત કરું છું.