
Morbi News: કહેવાતા દારુબંધ ગુજરાત રાજ્યમાં ઠેક ઠેકાણેથી દેશી તથા વિદેશી દારુ મળી આવે છે. એવામાં મોરબીમાંથી દેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો જેને ઝડપી પોલીસે તેનો નાશ કર્યો હતો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના ગામમાં જ દેશી દારૂ મળી આવ્યો છે. ધારાસભ્યના ગામમાંદસ જેટલા બેરલ દેશી દારૂ મળી આવ્યો છે.
આજે સ્થાનિક લોકોએ મીડિયા અને પોલીસને જાણ કરી દેશી દારૂના જથ્થો બાતવ્યો હતો. ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના ગામમાં જ મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવતા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. ધારાસભ્યના ગામમાં જ ચાલતા દેશી દારૂની હાટડાની ધારાસભ્યને કેમ જાણ નથી તે પ્રશ્ન લોકમાનસમાં સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોએ જાણ કરતાં જ તાત્કાલિક પોલીસે દારૂનો નાશ કર્યો હતો.