
ગુજરાતના હળવદ તાલુકામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હળવદ તાલુકાના કડિયાણા ગામ નજીક આવેલી વોકળામાં ન્હાવા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે બે બાળકોનાં ડૂબી જવાથી મોત થયા છે. મૃતક બાળકોની ઓળખ પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા અને આદિત્ય મુનાભાઈ રાતડિયા તરીકે થઈ છે.
ગ્રામજનોએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા
ઘટના દરમિયાન બાળકો સાથે રહેલા તેમના મિત્રએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી, જેના પગલે ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા. જોકે, બંને બાળકોનું ડૂબી જવાથી મોત થઈ ચૂક્યું હતું. ગ્રામજનોએ બંનેના મૃતદેહને બહાર કાઢી, ચરાડવા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. વ્હાલસોયાના અચાનક મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.