
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 17 અને 18 મેના રોજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
અમિત શાહ અઢળક પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે. જોધપુર વોર્ડમાં રૂ.9.14 કરોડના ખર્ચના નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ તથા RTO સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ કરશે.
રેલવે ઓવર બ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી અંડર સ્પેસ એરિયા ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના રૂ. 37.63 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. ચીમનભાઈ પટેલ રેલવે બ્રીજ સમાંતર નવો થ્રી લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું ખાતમુહૂર્ત કરશે.
આ સાથે જ સરખેજ વોર્ડમાં 5.36 કરોડના ખર્ચે રેન બસેરા અને સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરશે. તથા ચાંદલોડીયા વોર્ડમાં મોર્ડન સ્કૂલ બનાવવાના રૂ.8.03 કરોડના કામનું ખાતમુહૂર્ત કરશે.
116.94 કરોડના ખર્ચે બનેલ પલ્લવ બ્રિજથી લાખો લોકોને ટ્રાફિકથી રાહત મળશે
રૂપિયા 116.94 કરોડના ખર્ચે પલ્લવ ચાર રસ્તા જંકશન ઉપર બનાવાયેલો ફલાય ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. આ ફલાય ઓવરબ્રિજનુ 18 મેએ લોકાર્પણ કરાશે. નારણપુરા,અખબારનગર અને વાડજમાં વસતા લોકો અને વાહન ચાલકોને રાહત મળશે.
પલ્લવ ચાર રસ્તા જંકશન અને પ્રગતિનગર જંકશન ઉપર બી.આર.ટી.એસ.ને સમાંતર સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ બનાવવા અજય ઈન્ફ્રાકોનને કોન્ટ્રાકટ અપાયો હતો. ઘાટલોડીયા બાજુ બ્રિજની લંબાઈ 935 મીટર તથા અંકુર બાજુ 931 મીટર લંબાઈ છે. બંને સ્પ્લીટ બ્રિજની પહોળાઈ સરેરાશ 8.40 મીટર છે. બંને તરફના બ્રિજ ઉપર 99 સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવ્યા છે.
અંડર સ્પેસ ડેવલપમેન્ટમાં પેવરબ્લોક પાર્કીંગ
અંદાજિત રૂપિયા 76 કરોડના ખર્ચથી અંડરપાસ બનાવાયો છે. બ્રિજના લોકાર્પણથી નારણપુરા એઈસી સહિતના વિસ્તારમાં આવેલ સ્કૂલ, વાણિજય એકમો તેમજ BRTS રૂટ તરફ જતા યાત્રીઓ મળીને 1.50 લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.