VIDEO: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાટીદાર સમાજની અગત્યની બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં સમાજમાં ઘણા સુધારા-વધારા અને અન્ય બાબતો અંગે નિર્ણયો લેવામાં આવવાના હતા. પરંતુ પાટીદાર આંદોલન સમયના કેટલાક કન્વીનરોને આમંત્રણ નહોતું અપાયું એ વાત ઉડીને આંખે વળગે તેવી હતી. આ બેઠક અને પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલને પણ આ સમગ્ર આયોજનથી અજાણ રખાયા હતા.
આજ રોજ તારીખ 28 જૂન 2025ના રોજ પાટીદાર ચિંતન શિબિરમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા-વિચારણા તેમજ ચિંતન કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવાની ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીમાં ઈડબ્યૂએસની જોગવાઈ, પોલીસ કેસ ખેંચવા બાતી છે તે બાબતે ચર્ચા કરવા અંગેની ચર્ચા કરાઈ હતી. બિન અનામત આયોગ/ નિગમ બાબતે ચેરમેનની નિમણૂક કરવી અંગેની પણ ચર્ચા કરાઈ હતી. પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં પાટીદાર આંદોલનકારી વતી વરુણ પટેલ, પૂર્વિન પટેલ હાજર રહ્યા હતા.