Home / Gujarat / Gandhinagar : Rain in Gujarat: Amreli, Gondal, Rajkot with lightning rains, two killed in lightning

Rain in Gujarat: અમરેલી, ગોંડલ, રાજકોટમાં વીજળીના કડાકા સાથે વરસાદ, વીજળી પડતા બેનાં મોત

Rain in Gujarat: અમરેલી, ગોંડલ, રાજકોટમાં વીજળીના કડાકા સાથે વરસાદ, વીજળી પડતા બેનાં મોત

Rain in Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 19 જૂન સુધી મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે શનિવારે (14 જૂન) અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, લોધિકા, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વીજળી અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબકતાં રાકજોટના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં અમદાવાદમાં અચાનક રાત્રે 8 વાગ્યે વાતાવરણ પલટાતા અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે હાઈવે પર વિઝિબિલિટી ઘટતાં અનેક લોકો પોતાના વાહનો રોડની સાઈડમાં મુકી ઉભા રહેવા મજબૂર બન્યા હતા. જેમાં બાઈક ચાલકોની હાલત કફોડી બની હતી. જ્યારે ત્યારબાદ અમદાવાદના મકરબા, ઈસ્કોન, પ્રહલાદનગર, બાપુનગર, વાડજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં બપોરની શરૂઆત પહેલાથી ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, ત્યારે રાત્રે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે શનિવારે (14 જૂન) અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, ધારીના ગ્રામ્ય પંથક, ખાંભા ગીર, વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. 
 
દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું કરૂણ મોત
રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે 14 જૂને દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી હતી. પિતા-પુત્ર પર વીજળી પડતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંનેને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

Related News

Icon