
Rajkot News: રાજકોટના ઐતિહાસિક લોકમેળાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. લોકમેળા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, સરકારની જે SOP હશે તે મુજબ જ રાઈટ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે. સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જ્યારે રાઇડ્સ સંચાલકોની જે પણ માંગણી હશે તે પણ સરકારમાં મૂકવામાં આવશે.
ગત વર્ષે લોકમેળામાં એક પણ રાઇડસ ચાલુ થઈ ન હતી. જો કે, આ વખતે રાઇડસના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોને લઈને લોકમેળામાં રાઇડ્સ ચાલુ થશે કે કેમ તે મોટો સવાલ ? લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર જમીન સમતળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરી છે. જો ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર યોજવામાં આવશે.