
Rajkot news: રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકાના થોરિયાળી ગામની વાડીમાં આવેલા અવાવરુ કૂવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. રાત્રિના સમયમાં આ વિસ્તારમાં 10 જેટલા જુગારિયાઓ જુગાર રમતા હોવાની વિગતો સામે આવી હતી. જેથી પોલીસ આવી જવાની બીકના લીધે ભાગવના પ્રયાસમાં રાત્રિ દરમ્યાન કૂવામાં પડી જતા મુન્નાભાઈ મમકુભાઈ રાજપરા નામના યુવકનું મોત થયું હતું.
મળતી વિગતો અનુસાર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે 10 શખ્સો જુગાર રમતા હતા આ દરમ્યાન પોલીસના આવી જવાના બીકના લીધે યુવકે અંધારામાં દીવાલ કૂદીને ભાગવા જતા દીવાલની બાજુમાં જ કૂવો હોવાથી કૂવામાં પડી જતા આ યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગેની જાણ થતા મામલતદાર, પોલીસ તેમજ સામાજિક આગેવાનો ઘટનાસ્થળે પહોંચીને લાશને બહાર કાઢવામાં આવી હતી. રાત્રિ દરમિયાન સાથે જુગાર રમી ગયેલા 10 જેટલા વ્યક્તિઓની પૂછપરછ અને પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જો કે પોલીસે વધુ તપાસ થે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો.