Surendranagar news: આગામી 27મી જૂન એટલે કે અષાઢી બીજે અમદાવાદ, રાજકોટ સહિત નાના-મોટા શહેરોમાંથી રથયાત્રા નીકળશે. જેમાં ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા પરંપરાગત રૂટ પરથી નીકળીને ભાવિકોને દર્શનનો લ્હાવો આપે છે. સુરેન્દ્ર્નગર જિલ્લામાં પણ સાત સ્થળોએ રથયાત્રાનું આયોજન થવાનું છે. જેથી આ રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ આ અંગે તૈયારીઓ શરૂ કરી છે. શાંતિપૂર્વક સુરેન્દ્રનગર જિલ્લાનાં જુદાજુદા વિસ્તારોમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠકો શરૂ થઈ છે. આ ઉપરાંત 4 DYSP 25 PI અને 45 PSI અને 1000 પોલીસકર્મીઓ અને GRD જવાનો રથયાત્રામાં ખડેપગે તૈનાત રહેશે.

