અમદાવાદમાં ભગવાન જગ્નનાથની 148મી રથયાત્રા નીકળી હતી.અમદાવાદની રથયાત્રા ભક્તિનો તહેવાર છે પરંતુ નિર્દોષ હાથીઓ સાથેના વર્તન પ્રત્યેની એક ઘટનાએ લોકોને ભાવુક કરી દીધા છે.
અમદાવાદમાં હાથીને કારણે રથયાત્રામાં અફરા તફરી
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન હાથીઓ અચાનક ડરીને દોડવા લાગ્યા હતા અને આખી રથયાત્રામાં અફરા તફરી મચી ગઇ હતી. આ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પ્રાણીઓના કલ્યાણ અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે.
હાથીઓના ગભરાટનો વીડિયો જોઇ લોકો ભાવુક થયા
રથયાત્રામાં હાથીઓના ગભરાટ અને આસપાસની અશાંતિ જોઇ લોકો ભાવુક થઇ ગયા છે. એક યુઝરે લખ્યુ, "હાથીઓ શાંતિપ્રિય પ્રાણી છે, તેમને ભીડ અને અવાજ વચ્ચે કેમ લવાય છે?" અન્ય એક યૂઝર્સે લખ્યુ, "તેમને તમાશાના ભાગરૂપે નહીં પણ સંવેદનશીલતાથી જોવા જોઇએ."
ઘણા પ્રાણી પ્રેમીઓએ સૂચન આપ્યું છે કે આવા હાથીઓને જ્યાં શાંતિ અને સાચવણી મળી શકે ત્યા મોકલવા જોઇએ. એમાં વનતારા જેવી પશુપુનવર્સન કેન્દ્રોની ચર્ચા થઇ રહી છે જે અગાઉથી ઘાયલ અને અસહાય પ્રાણીઓ માટે કાર્યરત છે. આ સંકેત છે કે હવે આપણે જીવધારીઓ માટે વધુ જવાબદાર બનવાની જરૂર છે.