ગત પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ ગોધરા નવા RTOનું લોકાર્પણ કર્યુ હતું, પરંતુ RTO સુધી પહોંચવાનો રસ્તો હજુ પણ ખખડધજ એટલે કે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.
RTO કચેરી સુધી લોકોને પહોંચવામાં પડી રહી છે મુશ્કેલી
ગોધરા શહેરથી 10 કિ.મી. દૂર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી આ કચેરી સુધી લોકોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે ત્વરિત આરટીઓ તરફનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.જીલ્લા કલેકટર સહિત સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય કચેરીની મુલાકાત કરે તેવી પણ માંગ કરાવામાં આવી રહી છે. તો બીજી તરફ આ રસ્તો ક્યારે બનશે તે હવે જોવાનું રહ્યું.