સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકવતા 2 હજાર 500 અગરીયા પરિવારોનો મોઢામાં આવેલો કોળીયો ઝુટવાયો છે. કમોસમી વરસાદના કારણે 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર થઈ છે. સતત 1 અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે મીઠાના ગંજ ધોવાઈ ગયા છે. અગરિયાના મોંમા આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. મીઠું પકવતા અગરિયાઓને મોટું નુકસાન થયું છે.

