બનાસકાંઠાના થરાદના મોરથલ ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં નવનિયુક્ત સરપંચ નું નિધન થયું છે. સોમાજી ધીરાજી ઠાકોર (ચૌહાણ) ગ્રામ પંચાયતનું પદ સંભાળે તે પહેલા જ 80 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, સોમાજી ધીરાજી ઠાકોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા હતા.

