Panchmahal News: ગુજરાતમાંથી સતત આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે એવામાં ફરીથી પંચમહાલમાંથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાની માહિતીને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થયા હતા. ઘટનાને પગલે યુવક-યુવતીના પરિવારજનોમાં આક્રંદ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

