આજે IPL 2025ની ટાઈટલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોના ફેન્સ પોતપોતાની ટીમો માટે પ્રાર્થના કરી રહ્યા છે. RCBના કેટલાક ફેન્સ વિરાટ કોહલીની આરતી ઉતારી રહ્યા છે, તો કેટલાક મંદિરમાં તેનો ફોટો રાખવામાં આવી રહ્યો છે અને ટીમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, શ્રેયસ અય્યરનું એક મીમ પણ વાયરલ થઈ રહ્યું છે.
RCB વિશે વાત કરીએ તો, પહેલી સિઝનથી રમી રહેલી આ ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે, પરંતુ ક્યારેય ટ્રોફી નથી જીતી શકી. વિરાટ કોહલી પણ પહેલી સિઝનથી આ ટીમનો ભાગ છે. અન્ય ટીમોના ફેન્સ ઘણીવાર RCB અને વિરાટના ફેન્સને ચીડવે છે કારણ કે આ ટીમ IPL ટાઈટલ નથી જીતી શકી. જો RCB આજે ફરીથી ટાઈટલ ચૂકી જાય, તો આ ટીમના ફેન્સનું દિલ તૂટી જશે. જોકે, મેચ પહેલા, બધા ઉત્સાહિત છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે RCBનો ખિતાબનો દુકાળ સમાપ્ત થાય.
વિરાટ કોહલી અને RCB ફેન્સના વીડિયો વાયરલ થઈ રહ્યા છે
સોશિયલ મીડિયા પર ફેન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભગવાનના ચરણોમાં વિરાટ કોહલીનો ફોટો મૂકીને RCBની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજા એક વીડિયોમાં, ઘણા વિરાટ અને RCBના ફેન્સ કોહલીની તેમજ RCBની જર્સીની આરતી ઉતરતા જોવા મળે છે.
શ્રેયસ અય્યરનું મીમ વાયરલ થઈ રહ્યો છે
શ્રેયસ અય્યરે ગયા વર્ષે પોતાની કેપ્ટનશિપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું હતું, આ વખતે તેણે 11 વર્ષ પછી PBKSને ફાઈનલમાં પહોંચાડ્યું છે. જો PBKS જીતે છે, તો આ ટીમનું પહેલું ટાઈટલ હશે. આ પહેલા, PBKSની ટીમ ફક્ત એક જ વાર ફાઈનલમાં પહોંચી છે. દરમિયાન, શ્રેયસનું મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુંછે.
https://twitter.com/11eleven_4us/status/1929272490804613357
શાહરૂખ ખાન KKRનો કો-ઓનર છે, અને પ્રીતિ ઝિન્ટા PBKSની કો-ઓનર છે. બંનેએ 'વીર ઝરા' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હવે ફેન્સ કહી રહ્યા છે કે વીર માટે અય્યરેને ટ્રોફી જીતી હતી, હવે ઝારા માટે ટ્રોફી જીતવાનો સમય છે.