
Rajkot News: મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા માટે પણ આ પ્રકારની માંગ ઉઠી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માંગ કરી છે.
સર રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજા દ્વારા આ માંગ ઉઠી હતી. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાંના એક અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાના એક રવિન્દ્ર માટે આટલું તો હોવું જ જોઈએ. ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઈએ. નયના બા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ પણ કરી હતી.