Home / India : High Court slams police over FIR issue

'તપાસ શું કરશો? ભાજપના મંત્રીએ ખુલ્લા મંચ પર નિવેદન આપ્યું છે', હાઈકોર્ટે FIR મુદ્દે પોલીસને ખખડાવી

'તપાસ શું કરશો? ભાજપના મંત્રીએ ખુલ્લા મંચ પર નિવેદન આપ્યું છે', હાઈકોર્ટે FIR મુદ્દે પોલીસને ખખડાવી

મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને લઇને ગુરૂવારે હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનવણી થઇ. હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધર અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચ દ્વારા સુઓમોટુ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ દ્વારા એફઆઈઆર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે FIRના ડ્રાફ પર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સૌપ્રથમ FIR નોંધવામાં લાગેલા સમય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જ્યારે 4 કલાકમાં FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો 8 કલાક કેમ લાગ્યા?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'પોલીસ શું તપાસ કરશે? 

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે એફ.આર.આઇ નોંધતી વખતે પોલીસે કેસની તપાસ હાથ ધરવાનો ઉલ્લેખ કર્યો છે તે હાસ્યાસ્પદ લાગે છે. કારણ કે આ ન તો હત્યાનો મામલો છે કે ન તો આંધળી હત્યાનો, તો પછી પોલીસ શું તપાસ કરશે? મંત્રીનું નિવેદન ખુલ્લા મંચ પર આપવામાં આવ્યું હતું અને તે નિવેદન સામે ગંભીર વાંધો છે. હાઈકોર્ટે એફ.આર.આઇના ડ્રાફ પર પણ પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે એફ.આર.આઇ એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તેમાં આરોપીના કૃત્યનો કોઈ ઉલ્લેખ નથી. જો એફ.આર.આઇને પડકારવામાં આવે તો તેને સરળતાથી રદ કરી શકાય છે.

હાઈકોર્ટે FIR પર સવાલ ઉઠાવ્યા

બેન્ચે કહ્યું કે એફ.આર.આઇ હાઈકોર્ટના વિશ્વાસ પર ખરી ઉતરતી નથી, હાઈકોર્ટે રાજ્ય સરકારને એફ.આર.આઇમાં સુધારા કરવાનો આદેશ આપ્યો છે. કોઈપણ દખલગીરી અને દબાણ વિના એફ.આર.આઇ અને તપાસ આગળ વધારવી જોઈએ. હાઇકોર્ટે મંત્રી વિજય શાહના કેસની સુનાવણી ઉનાળાના વેકેશન પછી નક્કી કરી છે.

MP-MLAકોર્ટમાં ટ્રાન્સફર થશે કેસ 

એફઆઈઆર પર હાઈકોર્ટની ટિપ્પણી પર ગ્રામીણ ડીઆઈજી નિમિષ અગ્રવાલે કહ્યું કે સાંજ સુધીમાં હાઈકોર્ટનો આદેશ મળ્યા બાદ સૂચનો મુજબ એફઆઈઆરમાં ફેરફાર કરવામાં આવશે. હાલ જે કલમો અંતગર્ત દાખલ કરવામાં આવ્યો છે, તેમાં જામીન મળશે કે પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આપ્યા પછી તેને છોડી મુકવામાં આવશે. કેસની તપાસ બાદ માનપુર પોલીસ સ્ટેશનની કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવશે. માનપુર કોર્ટ કેસને એમપી એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરશે.

Related News

Icon