સુરતમાં ભારે પવન સાથે રાત્રિના સમયે બિલ્ડીંગની છત પરથી સોલર પેનલ નીચે ખાબકી હતી. જે તંત્ર માટે ચેતવા જેવો કિસ્સો છે. મોડી રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બિલ્ડીંગ પર લગાવેલ સોલર પેનલો ઊડી બાજુની સોસાયટીમાં મોટું નુકસાન થયું હતું. લોકો મોડી રાત્રે ગભરાઈ ગયા હતાં. અંદાજે રાતના બે વાગ્યાના આસપાસ ઘટના બની હતી. લોકોના ઘર પર અને ગાડીઓ પર સોલર પેનલો તૂટીને પડી હતી. સોલર પેનલો હવામાં આગળની જેમ ઉડીને નીચે પડી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સોલાર પેનલ એંગલ સાથે ઉડીને નીચે પડી હતી. બિલ્ડીંગ પર લગાવવામાં આવતી સોલર પેનલ વાવાઝોડા સમયે જોખમી છે.