Home / India : SC reprimands minister Vijay shah for speaking against Colonel Sophia Qureshi

'શું આ એક મંત્રીને શોભે છે?' કર્નલ સોફિયા કુરેશી પર બોલવા બદલ SCએ મંત્રીને લગાવી ફટકાર

'શું આ એક મંત્રીને શોભે છે?' કર્નલ સોફિયા કુરેશી પર બોલવા બદલ SCએ મંત્રીને લગાવી ફટકાર

કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર લગાવી છે. કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો નથી. સીજેઆઈ બીઆર ગવઈએ વિજય શાહને ઠપકો આપ્યો અને પૂછ્યું કે તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી હોવા છતાં  તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ એક મંત્રીને શોભે છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોર્ટે કહ્યું કે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવતી નથી. જ્યારે દેશ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખી શકાય નહીં.

સીજેઆઈએ કહ્યું, તમે જાણો છો કે તમે કોણ છો? આ અંગે વિજય શાહના વકીલે કહ્યું કે તેમના અસીલે માફી માંગી લીધી છે. મીડિયાએ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી
મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બાદ, તેમની વિરુદ્ધ મહુ તહસીલ સ્થિત માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કર્નલ સોફિયા કુરેશી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર મધ્યપ્રદેશ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિજય શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ત્રણ ગંભીર કલમો - કલમ 152, 1961 (1)(બી) અને 197(1)(સી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ તેમણે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વાસ્તવમાં વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે એક જાહેર સભામાં કર્નલ સોફિયા કુરેશીનું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

Related News

Icon