Home / Sports : Finally, KL Rahul took revenge in a packed field, Sanjiv Goenka's face fell

આખરે KL Rahulએ ભર્યા મેદાનમાં બદલો વાળ્યો, સંજીવ ગોયન્કાનું મોઢું પડી ગયું

આખરે KL Rahulએ ભર્યા મેદાનમાં બદલો વાળ્યો, સંજીવ ગોયન્કાનું મોઢું પડી ગયું

IPL 2025માં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે 22 એપ્રિલના રોજ મેચ રમાઈ હતી. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં IPLની 40મી મેચ યોજાઈ હતી. આ મેચમાં દિલ્હીએ શાનદાર જીત નોંધાવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કે.એલ. રાહુલે જાહેરમાં સંજીવ ગોયન્કાને ઈગ્નોર કર્યા

આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઋષભ પંતની લખનઉએ પહેલા બોલિંગ કરતા 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઉતરેલી દિલ્હીએ 10મી ઓવરમાં જ આ રન ચેઝ કરી લીધો હતો. બીજી તરફ આ મેચ બાદ એક વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો. વાસ્તવમાં મેચ બાદ કે.એલ. રાહુલે મેદાનમાં જ જાહેરમાં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાને ઈગ્નોર કર્યા. 

https://twitter.com/kitts1727/status/1914734228442628478

મેચ પૂરી થયા પછી જ્યારે તમામ ખેલાડીઓ અને ટીમ માલિકો એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે લખનઉ ટીમના માલિક સંજીવ ગોયન્કા અને તેનો પુત્ર શાશ્વત ગોયન્કા પણ કેએલ રાહુલને મળવા પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન રાહુલ જે રીતે બંનેને મળ્યો તે ખૂબ ચર્ચામાં રહ્યું. એવું લાગતું હતું કે કે.એલ. રાહુલે તેમને ઈગ્નોર કરી દીધા. કે.એલ. રાહુલે સંજીવ ગોયન્કા સાથે હાથ મિલાવ્યો અને તરત જ આગળ નીકળી ગયો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો અને હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલના વર્તનને શાંત અને સચોટ જવાબ ગણાવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે તેણે ખૂબ જ સ્ટાઈલિમાં જવાબ આપ્યો, તો કેટલાક લોકોએ તેને અસભ્ય પણ ગણાવ્યો.

કે.એલ.રાહુલ અને સંજીવ ગોયન્કા વચ્ચે તણાવ

ગત સીઝન (IPL 2024)માં જ્યારે લખનઉ હારી ગયું, ત્યારે સંજીવ ગોયન્કાએ બધાની સામે રાહુલને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ રાહુલે ટીમ છોડી દીધી અને તે દિલ્હી કેપિટલ્સમાં સામેલ થઈ ગયો. બીજી તરફ મંગળવારે દિલ્હી તરફથી રમતા કેએલ રાહુલે લખનઉ સામે 42 બોલમાં અણનમ 57 રન બનાવ્યા અને છેલ્લી ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. તેના પ્રદર્શનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Related News

Icon