Home / Gujarat / Ahmedabad : Plane Crash: Former Dy Commissioner of Ahmedabad Income Tax passes away

Ahmedabad Plane crash: અમદાવાદ ઈન્કમટેક્સના પૂર્વ Dy Commissionerનું નિધન, પત્ની અને દીકરીનો પણ ગયો જીવ

Ahmedabad Plane crash: અમદાવાદ ઈન્કમટેક્સના પૂર્વ Dy Commissionerનું નિધન, પત્ની અને દીકરીનો પણ ગયો જીવ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ  તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી. આ ગોઝારી વિમાન દુર્ઘટનામાંથી અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર અને 14 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સુનિલ મહેતા અને તેમના પત્ની વર્ષા મહેતા તથા પુત્રી મેઘા મહેતા પણ ભડથું થઈ ગયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુનિલ મહેતા અત્યંત મૃદુ સ્વભાવના હતા

મળતી માહિતી અનુસાર, સુનિલ મહેતા14 વર્ષ પહેલા અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમણે ઉત્તર ભારતમાંના તેમના વતનમાં પરત જવાને બદલે અમદાવાદમાં જ સેટલ થઈ જવાનું પસંદ કર્યું હતું. તેમની સાથે જ ડિરેક્ટોરેટ ઓફ ઈન્કમટેક્સ (દરોડા)માં કામ કરતાં અધિકારીઓનું કહેવું છે. સુનિલ મહેતા અત્યંત મૃદુ સ્વભાવના હતા. ડિપાર્ટમેન્ટમાં તેમને ક્યારેય કોઈ સાથે સંઘર્ષ થયો હોવાનું જોવા મળ્યું નથી. તેઓ તેમની પત્ની અને એક પુત્રી સાથે લંડન સ્થિત અન્ય પુત્રીને મળવા માટે જઈ રહ્યા હતા. તેમની એક પુત્રી અમદાવાદ આઈઆઈએમ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Related News

Icon