Surat Model Suicide: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં સુખપ્રીત કૌર નામની મોડલે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

