
Surat News: પોલીસ મહેનત કરી આરોપીને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે તો ક્યારેક આરોપીઓ છટકબાજી ગોઠવી ભાગી જતાં હોય છે. સુરતમાંથી પણ કંઈક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે જેમાં પોલીસ આરોપીને ઝડપવા માટે જઈ રહી હતી અને આરોપી ભાગવા માટે નદીમાં કુદકો મારી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, સૂરત DCB પોલીસના પકડવા જતાં એક આરોપી ભાગવા જતા તાપી નદીમાં કૂદકો માર્યો હતો. રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવે ઉપરથી આરોપીએ તાપી નદીમાં કુદકો માર્યો હતો. હાલ ફાયર વિભાગની ટીમ આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરફોડ ચોરીના આરોપીને પોલીસ પકડવા ગઈ હતી. આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘરે પકડવા જતાં પાછળના દરવાજેથી ભાગીને આરોપી કોઝવેમાં કુદ્યો હતો. ઉચ્ચઅધિકારી અને ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પોંહચી હતી.