Junagadh news: જૂનાગઢ જિલ્લાના સાસણગીર અભ્યારય બંધ હોવાથી વનવિભાગ દ્વારા દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. સાસણમાં સિંહ દર્શન 15 જૂનથી 16 ઓગસ્ટ સુધી બંધ રહે છે. વર્ષાઋતુ દરમિયાન ગીર જંગલ લીલુંછમ થઈ જતા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ અને જંગલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે.

