ગુજરાતના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હવે ધારાસભ્ય મકવાણાએ AAP સામે મોરચો માંડ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, 'ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં છે. આ બધાય માત્ર રાજકીય દેખાડો કરે છે. વાસ્તવમાં બધુ ભાજપના ઈશારે ચાલે છે. તેમણે એવી ચીમકી ઉચ્ચારી કે, આગામી દિવસોમાં આપના ગુજરાત અને દિલ્હીના નેતાઓનું ભાજપના ક્યા નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠ છે તેના નામ-પુરાવા જાહેર કરીશ.'

