Home / Business : Tariff: Moody's cuts India's growth rate due to Trump's tariffs, says GDP will remain at 6.1 percent

Tariff: ટ્રમ્પના ટેરિફથી મૂડીઝે ભારતનો ગ્રોથ રેટ ઘટાડયો, GDP 6.1 ટકા રહેવા જણાવ્યું

Tariff: ટ્રમ્પના ટેરિફથી મૂડીઝે ભારતનો ગ્રોથ રેટ ઘટાડયો, GDP 6.1 ટકા રહેવા જણાવ્યું

ચાલુ એપ્રિલ મહિનામાં જગત જમાદાર બની બેઠેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લાગુ કર્યા પછીથી અમેરિકી બજાર સહિત દુનિયાભરના બજારમાં હોબાળો મચી ગયો છે. આ દરમ્યાન મૂડીઝે ભારતના ઈકોનોમી ગ્રોથ દરનું અનુમાન વર્ષ-2025 માટે ઘટાડી દીધું. મૂડીઝે ઘટાડીને 6.4 ટકાથી 6.1 ટકા કર્યું છે. મૂડીઝે આ કાપ ટેરિફના પ્રભાવને ધ્યાનમાં રાખીને કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટેરિફ લાગુ થયો તો આવી અસર થશે
મૂડીઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, અમેરિકા તરફથી જાહેર તમામ ટેરિફ સમગ્ર રીતે લાગુ થઈ જાય છે તો ભારતની ઈકોનોમી પર આની અસર પડવી નક્કી છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ 90 દિવસ માટે ટેરિફ પર રોક મૂકી છે અને આના બદલામાં 10 ટકા સમાન ટેરિફ લાગુ રહેશે. પરંતુ મૂડીઝને  એપ્રિલને બેઝલાઈન રિપોર્ટ માનીને ચાલી રહી છે જો તમામ ટેરિફ લાગુ થયા તો અસર થશે. 

આ સેકટર્સ પર અસર થશે
અહીં જણાવી દઈએ કે, બીજી એપ્રિલથી અમેરિકી વહીવટી તંત્રએ ભારત પર 26 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. જેનાથી ભારતના ઘણા એકસપોર્ટ સેકટરને અસર થઈ શકે છે. આમાં રત્ન, દાગીના, મેડિકલ ડિવાઈસેસ અને કપડાં ઉદ્યોગને સૌથી વધુ અસર કરશે. મૂડીઝ અનુસાર, ભારતના જીડીપીનો એક નાનો હિસ્સો બહારની માંગ આયાત પર આધારિત છે. જેથી સમગ્ર રીતે ગ્રોથ પર આની અસર રહેશે.

RBIએ પણ રેપો રેટ ઘટાડયો
આ બધાની વચ્ચે ભારતીય રિઝર્વ બેંકે પણ આર્થિક સુસ્તીને જોતા સતત બીજીવાર પોતાની મુખ્ય નીતિગત દર રેપો રેટમાં કાપ મૂક્યો છે.  હજી આગળ કાપ મૂકવાની શક્યતા છે. આરબીઆઈ બેંક વ્યાજ દરમાં 25 બેઝિક પોઈન્ટસનો કાપ કર્યો છે. જે બાદ છ ટકા થયા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, અમેરિકા ટેરિફથી અનિશ્ચિતતા વધી છે, પરંતુ આની અસરને હજી યોગ્ય રીતે માપવી મુશ્કેલ છે.

વર્ષ-2025ના છેલ્લા સુધી 5.75 ટકા રેપો રેટ થવાની આશા
મૂડીઝ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક વર્ષ-2025ના અંતિમ તબક્કા સુધી રેપો રેટ ઘટાડીને 5.75 ટકા સુધી લાવી શકે છે. આની સાથે સરકાર તરફથી આ વર્ષના શરૂઆતમાં જાહેર ટેક્સ ઈન્સેટિવ ઘરેલું માંગને મજબૂત કરશે અને ટેરિફથી પડનારી નકારાત્મક અસરને કેટલીક હદ સુધી ઓછી કરશે. મૂડીઝે આગળ જણાવ્યું કે, ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓની સરખામણી જયા આયાત પર વધુ નભે છે, ભારતની સ્થિતિ થોડી સારી છે, પરંતુ પછી કેટલાક સેકટર્સ માટે આ પડકારનજક સમય સાબિત થઈ શકે છે.

Related News

Icon