દિલ્હીથી ભોપાલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર એક મુસાફર સાથે ઝાંસી રેલવે સ્ટેશન પર 6 થી 7 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ મારપીટમાં મુસાફર લોહીલુહાણ થઈ ગયો હતો. તેણે આરોપ લગાવ્યો કે, આ મારપીટ ભાજપ ધારાસભ્ય રાજીવ સિંહ પારીછાના ઈશારા પર કરાવવામાં આવી છે. કારણ કે, પીડિતે ધારાસભ્યના કહેવા પર સીટની અદલા-બદલી ન કરી. જેના કારણે ગુસ્સામાં આવેલા ધારાસભ્યએ પોતાના ગુંડાઓ બોલાવીને માર ખવડાવ્યો હતો.

